ગુજરાત
ક્ષેત્રફળ: 196,024 km²
રાજધાની: ગાંધીનગર
વસ્તી: 6.38 કરોડ
ગુજરાત વિવિધ પ્રકારની સંસ્કૃતિઓ ધરાવતું રાજ્ય છે, કેમ કે તેમાં વિવિધ શક્તિ દ્વારા શાસન કરવામાં આવ્યું હતું (લગભગ 300 BCE – 1947) , જેમ કે ચંદ્રગુપ્ત મૌર્ય, ગુપ્ત, પ્રતિહાર, અલ્લાઉદીન ખિલજી, મોગલ સામ્રાજ્ય – અકબર અને તેમના પુરોગામી, મરાઠા સામ્રાજ્ય અને યુરોપિયન વસાહતો.
ભારતીય સ્વતંત્રતા સમયે, ગુજરાત બે જુદા જુદા રાજ્યોનો ભાગ હતો: બરોડા રાજ્ય અને બોમ્બે રાજ્ય. 1950 ની આસપાસ, તે બંને બોમ્બે રાજ્યમાં ભળી ગયા. 1 મે 1960 ના રોજ બોમ્બે રાજ્ય ઓગળી ગયું અને પુન:સંગઠિત થયું અને બોમ્બે રાજ્યના ઉત્તરમાં ગુજરાતી ભાષાનો વિસ્તાર ગુજરાત અને મરાઠી ભાષાનો વિસ્તાર મહારાષ્ટ્રમાં વિભાજિત થયો.
ગુજરાત તેની ઉત્તર સીમા થી પાકિસ્તાન સાથે જોડાયેલું છે અને દક્ષિણ પશ્ચિમ માં અરબી સમુદ્ર આવેલો છે. ગુજરાત ના પાડોશી રાજ્ય, ઉત્તર પૂર્વ માં રાજસ્થાન, પશ્ચિમ માં મધ્યપ્રદેશ અને દક્ષિણ માં મહારાષ્ટ્ર છે.
કૃષિ
ગુજરાત કપાસ, મગફળી અને શેરડીનો મુખ્ય ઉત્પાદક છે. અન્ય પાક જે ગુજરાતમાં ઉત્પન્ન થાય છે તે છે: ચોખા, ઘઉં, તમાકુ, મકાઈ, જીરું અને કેરી.
ડેરી પેદાશો ના ઉત્પાદન માં પણ ગુજરાત સૌથી આગળ રાજ્ય છે. અમૂલ ભારતમાં એક જાણીતી બ્રાન્ડ છે, જે એશિયા નો સૌથી મોટો ડેરી પ્લાન્ટ છે.
ગુજરાતમાં કુલ જીડીપીના 20% કૃષિ માંથી આવે છે.
ઉદ્યોગો
ગુજરાતના મુખ્ય ઉદ્યોગોમાં રત્ન અને ઝવેરાત, હીરા, ફાર્માસ્યુટિકલ્સ, કાપડ, વનસ્પતિ તેલ, સોડા એશ, હસ્તકલા અને કલાકૃતિઓ અને રસાયણો નો સમાવેશ થાય છે. વીજળી ઉત્પન્ન કરવામાં ગુજરાત પણ ટોચના 5 રાજ્યોમાં નું એક છે. ખંભાતના અખાત પર ભાવનગર નજીક વિશ્વનું સૌથી મોટું અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડ ગુજરાતમાં આવેલું છે.
સુરત, મારું જન્મ સ્થળ, ડાયમંડ હબ, તેના હીરા ઉદ્યોગ માટે જાણીતું છે. વિશ્વના 90% હીરા ત્યાં આકાર અને પોલિશ્ડ થાય છે.
પ્રખ્યાત હસ્તીઓ
ગુજરાતના ઘણા જાણીતા લોકો ભારતની સાથે સાથે આખા વિશ્વમાં જાણીતા છે. મને ગુજરાતી હોવાનો ગર્વ છે અને હું ગુજરાતના સન્માનિત લોકોના કામ અંગે થોડી માહિતી આપવા માંગું છું.
મહાત્મા ગાંધી – રાષ્ટ્રપિતા
(પોરબંદર, 2 ઓક્ટોબર 1869 – નવી દિલ્હી, 30 જાન્યુઆરી 1948)
મોહનદાસ કરમચંદ ગાંધી એ લંડનથી કાયદાનો અભ્યાસ કર્યો હતો અને સ્વતંત્રતા સેનાની બન્યા તે પહેલાં ભારત અને દક્ષિણ આફ્રિકામાં કામ કર્યું હતું. તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળ ના મુખ્ય ભાગ હતા. તેમણે દાંડી કૂચ / મીઠા સત્યાગ્રહનું નેતૃત્વ બ્રિટિશ રાજ દ્વારા લાગુ કરાયેલ મીઠાના કર સામે કર્યું હતું, જેણે વિશ્વભરનું ભારતીય સ્વતંત્રતા ચળવળ તરફ ધ્યાન દોર્યું હતું.
સરદાર પટેલ – લોખંડી પુરુષ
(નડિયાદ, 31 ઓક્ટોબર 1875 – મુંબઈ, 15 ડિસેમ્બર 1950)
વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ સફળ વકીલ હતા અને તેઓ ગાંધી ના કાર્ય થી પ્રભાવિત થતા તેમની સાથે કામ કરવા લાગ્યા અને ભારતીય સ્વતંત્રતા ચળવળ માં તેમની સાથે જોડાયા. તેમણે 550 થી વધારે રજવાડાઓ ને અલગ દેશ માં વિભાજીત થતા અટકાવીને ભારત ને એક સંયુક્ત રાષ્ટ્ર બનાવ્યું હતું.
મોરારજી દેસાઈ – ભારતના ચોથા વડા પ્રધાન
(વલસાડ, 29 ફેબ્રુઆરી 1896 – મુંબઈ, 10 એપ્રિલ 1995)
યુનિવર્સિટી (મહાવિદ્યાલય) માં તેમનું શિક્ષણ પૂરું કર્યા પછી, તેઓ સિવિલ સર્વિસમાં જોડાયા અને ગાંધીની સાથે ભારતીય સ્વતંત્રતાની લડતમાં જોડાવા માટે સિવિલ સર્વિસ છોડી દીધી. તેમણે ભારતના ચોથા વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. ભારતીય ભારતીય ન્યૂક્લિયર પ્રોગ્રામ (વિભક્ત કાર્યક્રમ) માં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
નરસિંહ મહેતા – પ્રખ્યાત કવિ અને સંત
નરસિંહ મહેતા 15 મી સદીના પ્રખ્યાત કવિ-સંત છે. નાનપણથી જ ભગવાન કૃષ્ણ ભક્ત હોવાને કારણે તેમણે શ્રી કૃષ્ણ માટે 20000 થી વધુ કીર્તન (ગીતો) લખ્યા હતા. તેમણે લખેલું પ્રખ્યાત ભજન “વૈષ્ણવ જન તો” મહાત્મા ગાંધીજીનું પ્રિય ભજન હતું.
જમશેદજી ટાટા – ટાટા ગ્રુપ ના સ્થાપક
(નવસારી, 3 માર્ચ 1839 – Bad Nauheim, જર્મની, 19 મે 1904)
જમશેદજી નસરવાનજી ટાટા તે વ્યક્તિ હતા જેમણે ટાટા ગ્રુપ ની સ્થાપના કરી હતી, જેની વિશ્વભરમાં હવે અનેક ક્ષેત્રોમાં ઘણી શાખાઓ છે. તેમના દ્વારા સાકચી નામના ગામમાં આયર્ન અને સ્ટીલ પ્લાન્ટ મૂકવામાં આવ્યો હતો. તે ધંધાને કારણે શહેરમાં વિકસ્યું અને પોતાનું રેલ્વે સ્ટેશન તાતાનગર મેળવ્યું હતું અને હવે આ ગામ જમશેદપુર શહેરમાં અસ્તિત્વમાં છે, જે જમશેદજી ના માનમાં નામ આપવામાં આવ્યું છે.
ધીરુભાઈ અંબાણી – રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક
(ચોરવાડ, જૂનાગઢ જિલ્લો, 28 ડિસેમ્બર 1932 – મુંબઈ, 6 જુલાઈ 2002)
ધીરજલાલ હીરાચંદ અંબાણી રિલાયન્સ ઉદ્યોગોના સ્થાપક હતા. ખૂબ જ નાની ઉંમરે તે તક ની શોધમાં એડન (યમન) ગયા અને ત્યાં થોડા વર્ષો સુધી કામ કર્યું. ભારત પાછા આવ્યા પછી, તેમણે મસાલા વેપારની કંપની શરૂ કરી. 1966 માં, તેમણે ગુજરાતના નરોડામાં રિલાયન્સ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ના નામથી ટેક્સટાઇલ મિલ ની સ્થાપના કરી. રિલાયન્સ હજીરા ની રચના પેટ્રોકેમિકલ ઉત્પાદન માટે 1991 માં કરવામાં આવી હતી.
નરેન્દ્ર મોદી – ભારતના વર્તમાન વડાપ્રધાન
(વડનગર, મહેસાણા જિલ્લો, 17 સપ્ટેમ્બર 1950)
નરેન્દ્ર દામોદરદાસ મોદી તેમના બીજા કાર્યકાળ દરમિયાન ભારતીય વડા પ્રધાન છે. નાની ઉંમરે, તેણે તેના પિતા અને ભાઈ ને ચા નો સ્ટોલ ચલાવવામાં મદદ કરી. તે આર એસ એસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) ના સભ્ય પણ હતા. 1985 માં, તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાયા. લગભગ 13 વર્ષ (2001-2014) તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. 2014 થી તેઓ ભારતના વડા પ્રધાન છે.
વિક્રમ સારાભાઈ – ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા
(અહમદાબાદ, 12 ઓગસ્ટ 1919 – ત્રિવેન્દ્રમ, 30 ડિસેમ્બર 1971)
વિક્રમ અંબાલાલ સારાભાઈ એક ભૌતિકશાસ્ત્રી હતા, જેમણે ભારતમાં અવકાશ કાર્યક્રમની શરૂઆત કરી હતી. તેમણે 1975 માં ભ્રમણકક્ષામાં મૂકાયેલા પ્રથમ ભારતીય ઉપગ્રહ “આર્યભટ્ટ” ના ઘડતર અને પ્રક્ષેપણ માટેના પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. તેમણે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) ની સ્થાપના કરી, જે તેમની નોંધપાત્ર રચના છે.
…અને વિવિધ ક્ષેત્રો જેવા કે મૂવી ઉદ્યોગ, રાજકારણ, …
ઝવેરચંદ મેઘાણી, અમિત શાહ, અજીમ પ્રેમજી, પરેશ રાવલ, સંજય લીલા ભણસાલી, કલ્યાણજી આનંદજી
ગુજરાત ના વિખ્યાત ક્રિકેટરો:
યુસુફ પઠાણ, ઇરફાન પઠાણ, અજય જાડેજા, હાર્દિક પંડ્યા, મુનાફ પટેલ, નયન મોંગિયા, પાર્થિવ પટેલ, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા